સુંદરકાંડ ભાગ - ૫૮: રઘુવીર બાણનો અમોઘ પ્રતાપ
શ્રી ગણેશાય નમ: શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ:| શ્રી હનુમતે નમો નમ:| શ્રી સદ્ગુરુ દેવાય નમ:| શ્રી સુંદરકાંડની આ સુંદર કથાના આગળના ભાગ, “શ્રી સુંદરકાંડ ભાગ – ૫૭: તૃણની ઓટ અને પરમ સતીત્વનું ગૌરવ” માં આપણે રાવણની વાતોને બે અલગ-અલગ દ્રષ્ટીકોણથી જોઇ. ત્યારબાદ માતા સીતાજીએ તણખલાની આડ કરી અને પછી પરમ સ્નેહી કૌશલાધીશ શ્રીરામચંદ્રજીનું સ્મરણ કરીને વાત ચાલુ કરી. તણખલાની આડ, વૈદેહિ તથા અવધપતિ સંબોધન, પરમ…











