બુંદની વિશાળતામાં દરિયો…
મારે તો બસ જીવવું છે… અથવા એમ કહું કે મારે ટીપામાં ઊતરવું છે…!
એમ જુઓ તો મેઘ સદા યે માથે વરસે એમ જુઓ તો જીવ કૂવાને કાંઠે તરસે તોષ તણી તજવીજો તોડી મારે તો તરફડવું છે…! મારે તો બસ જીવવું છે… અથવા એમ કહું કે મારે ટીપામાં ઊતરવું છે…!
ઠરી ઠામ એક ઠેકાણે થાવાનું શાને ? ગીત એકનું એક સદા ગાવાનું શાને ? અણજાણ્યા સ્વરના સપ્તકમાં મારે તો સંચરવું છે…! મારે તો બસ જીવવું છે… અથવા એમ કહું કે મારે ટીપામાં…
View On WordPress








