ચીનની એપ પર કાર્યવાહી:ભારતમાં પબ્જી સહિત ૧૧૮ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ, સરકારે કહ્યું- તેનાથી દેશની સુરક્ષાને જોખમ
હરેશ પવાર
ચીન સાથેના સીમા વિવાદ વચ્ચે ભારત સરકારે પબ્જી સહિત ૧૧૮ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશની સુરક્ષાને ખતરો હોવાથી સરકારે આ પગલું ભર્યું છે. ૧૫ જૂનના રોજ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ પછી પણ ભારત સરકારે ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં પબજીના એક્ટિવ યૂઝર્સ લગભગ ૩.૩ કરોડ છે સરકારે પહેલા ટિકટોક સહિત ચીનની ૫૯ એપ બેન કરી હતી. ત્યાર પછી ચીનની ૪૭ વધુ એપ બેન કરી હતી. આઇટી મંત્રાલય તરફથી બહાર પડાયેલા આદેશમાં કહેવાયું છે કે પબજી ઉપરાંત અન્ય ચીનની એપ પર બેન મૂકાયો છે.
શુ છે પબ્જી અને તેના પર પ્રતિબંધ શા માટે?
પબ્જી ભારત સહિત અનેક દેશોમાં સૌથી લોકપ્રિય મોબાઈલ ગેમ્સ પૈકીની એક છે. ભારતમાં આ એપ 175 મિલિયન ડાઉનલોડ થઈ ચુકી છે.
પબ્જીને દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લૂહોલે ડેવલપ કરી છે. જોકે, ચીનની મલ્ટીનેશનલ કંપની ટેન્સેન્ટની તેમાં હિસ્સેદારી છે.
પબ્જીઆ અગાઉ પણ નિશાન પર રહી હતી. અનેક બાળકોમાં તેની ટેવ પડી જવાને લીધે માતા-પિતા ખૂબ જ પરેશાન રહેતા હતા. કેટલાક રાજ્યોએ તો તેને હંગામી ધોરણે પ્રતિબંધિત કરી હતી.
પબ્જીએ ત્યારબાદ ખાતરી આપી હતી કે માતા-પિતા, એજ્યુકેટર્સ અને સરકારી સંગઠનો પાસે અભિપ્રાય લઈને સુરક્ષિત ઈકોસિસ્ટમ બનાવશે.
Read the full article