દ્વારકાધીશ મંદિરમાં ઈમાનદારીની હત્યા! VIP દર્શનના કૌભાંડ સામે અવાજ ઉઠાવનાર નિડર મહિલા અધિકારીની રાતોરાત બદલીથી ભક્તોમાં રોષનો જ્વાળામુખી
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ધર્મના નામે ચાલતા ધતિંગ અને ભ્રષ્ટાચારનો વધુ એક ગંદો ચહેરો સામે આવ્યો છે. વિશ્વપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં VIP દર્શનના નામે ચાલતા ગોરખધંધા અને કાળાબજાર સામે લાલ આંખ કરનાર એક બાહોશ અને ઈમાનદાર મહિલા અધિકારીની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બનેલી આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે તંત્રમાં હવે…









