દ્વારકાના વિકાસના ‘શિલ્પી’ પૂર્વ કલેક્ટર આઈ.એ.એસ. અશોક શર્માએ જગતમંદિરે ધ્વજારોહણ કરી વ્યક્ત કર્યો અહોભાવ
દ્વારકાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર પૂર્વ કલેક્ટર તથા આઈ.એ.એસ. અધિકારી અશોક શર્માએ પરિવાર સાથે જગતમંદિર ખાતે ધ્વજારોહણ કરી કાળિયાઠાકરના ચરણોમાં શિશ ઝુકાવ્યું. આ પ્રસંગે તેમણે પ્રભુ પ્રત્યે પોતાની ગાઢ આસ્થા વ્યક્ત કરતાં જણાવ્યું કે, “પ્રભુની ઈચ્છાથી નિવૃત્તિ પહેલા જ મારા જીવનનો એક મહત્વનો મનોરથ પૂર્ણ થયો છે.” જગતમંદિરમાં ધ્વજારોહણ અને વિશેષ પૂજન દરમિયાન શર્માએ અલૌકિક ધન્યતા અને…










