શિયાળો જામતા સિહોર શહેરમાં શિંગોડા અને જમરૂખના વેચાણમાં ઉછાળો
આરોગ્યવર્ધક શિંગોડાના ભાવમાં ૧૫ ટકાનો થયો વધારો, મધ્યપ્રદેશના જબલપુર સહિતના સ્થળોએથી ટ્રક અને ટ્રેનમાં શિંગોડા લાવવામાં આવે છે બ્રિજેશ ગૌસ્વામી સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋુતુ જામતા સિહોર શહેર અને જિલ્લાના માર્કેટીંગ યાર્ડ તેમજ મુખ્ય અને પેટા શાકમાર્કેટમાં જમરૂખ અને શિંગોડાની ધૂમ આવક થઈ રહી છે. આ વર્ષે અતિવૃષ્ટિના કારણે આ વર્ષે સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋુતુના પ્રારંભે લીલા શાકભાજીના ભાવ સડસડાટ રીતે આકાશમાં આંબતા શાકના વિકલ્પમાં મધ્યમવર્ગીય ગૃહિણીઓ જમરૂખના શાક બનાવી રોડવી રહી છે. આરોગ્યવર્ધક શિયાળાની ઋુતુમાં લીલા શાકભાજીની સાથોસાથ સુકા મેવા જેવુ વિશિષ્ઠ મહત્વ ધરાવતા સ્વાસ્થ્યવર્ધક શિંગોડાના ભાવમાં ગત વર્ષની તુલનામાં એવરેજ ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો હોવા છતા પણ આજની તારીખે શહેર અને જીલ્લામાં પ્રતિદિન અંદાજે ૧૫૦૦ કિલોથી વધુ શિંગોડા આસાનીથી વેચાઈ જાય છે. સ્ત્રી અને પુરૂષના જાતીય રોગોના નિવારણ માટે અત્યંત ગુણકારી ગણાતા શિંગોડાનું મધ્યપ્રદેશના જબલપુર સહિત આસપાસના જિલ્લામાં આવેલા તળાવોમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ત્યાંથી અમદાવાદ,રાજકોટ કે બરોડા થઈ ટ્રેન કે ટ્રક મારફત ભાવનગર શહેરમાં પ્રતિદિન અંદાજે ૧૫૦૦ થી વધુ કિલો શિંગોડાનો જંગી જથ્થો લાવવામાં આવે છે. જે જથ્થાબંધ ભાવે ખરીદી વેપારીઓ તેમના ગંગાજળીયા તળાવ અને માળીનો ટેકરો સહિતના સ્થળોએ આવેલા ગોડાઉનમાં ઠાલવી આ કાચા શિંગોડાને મોટા પીપડામાં નાખી જરૂરી મીઠુ અને હિરાકસી નાખીને નીયત સમય સુધી ગરમ કરાય છે. બાદ તેમાંથી ૨૦ કિલો શિંગોડા બાફવામાં આવતા અંદાજે ચારેક કિલોની ઘટ આવે છે તેમ સ્થાનિક વેપારીએ જણાવી વધુમાં કહ્યુ હતુ. વર્ષમાં ફકત ઓકટોબર,નવેમ્બર અને ડિસેમ્બર દરમીયાન જ શિંગોડા ઉપલબ્ધ થાય છે.શહેર અને જિલ્લામાં હાલ શિંગોડાના ત્રણથી ચાર Read the full article










