Happy Birthday to one of the greatest saints of our time - HH Pramukh Swami Maharaj (Forever in our lives..), whose humble, holy presence touched and transformed millions of lives... Love you SwamiBapa <3 હે સ્વામીબાપા, આપ તો માતા, પિતા, બંધુ, સ્વજન, સખા, ઇષ્ટદેવ અને અમારા સર્વસ્વનો પર્યાય બની ગયા. આપના નિર્વ્યાજ વાત્સલ્યભર્યા વ્યક્તિત્વમાં અમે લૌકિક સ્નેહથી પર એક પારલૌકિક સ્નેહનું સાકર રૂપ નીરખ્યું છે. ક્યારેક આપની એક નજરમાં, આપના હાથના એક લટકામાં, આપના મલકાતા એકાદ સ્મિતમાં, અને ક્યારેક આપના માત્ર સાનિધ્યમાં અમે આપને ભેટ્યાનો અનુભવ કર્યો છે. આપે ન અમારી લાયકાત જોઈ, ન અમારા સ્વભાવ જોયા. બસ, અમને પોતાના માનીને આપે આપનું સર્વસ્વ અમને લૂંટાવી દીધું - કોઈ અપેક્ષા વિના. એ સ્નેહભર્યા સંસ્મરણોથી અમારું એકાંત પણ ભર્યુંભર્યું લાગે છે. આપની સાથેના અનંત સંસ્મરણો અમારી મંજુષા એ બધાં વહી ગયેલા દ્રશ્યોથી ઉભરાય છે. ફરીથી આપને નીરખવા એ લાખો આંખો ઝંખે છે. સાચું કહીએ તો, પ્રમુખજી તમારી સ્નેહભીની આવે છે અમને બહુ યાદ... <3 #PramukhSwami #PSM96