Happy Shravan Maas 2022
seen from Kenya
seen from Iraq
seen from United States
seen from United States
seen from Japan
seen from United States

seen from United States
seen from Yemen

seen from Netherlands
seen from China

seen from United States
seen from Japan

seen from Australia
seen from United States
seen from United States
seen from Iran
seen from Moldova

seen from United States
seen from Iran
seen from Australia
Happy Shravan Maas 2022
#shravan #lordshiva #rudrabhishek #vjm #sudhanshujimaharaj Live | Day2 - 15 Jul 2022 | श्रावण मास में विशेष फलदायी है शिव-आराधना | विशेष पूजा, पाठ एवं अनुष्ठ...
છોટી કાશીમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં બમ-બમ ભોલેનાથનો નાદ ગૂંજયો
સિહોર શહેરના અનેક નાના-મોટા શિવાલયોમાં દર્શનાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અપાયો પ્રવેશ
બ્રિજેશ ગૌસ્વામી છોટી કાશીનું બિરૂદ પામેલા સિહોર શહેરમાં ગઇકાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અનેક શિવાલયોમાં બમ બમ ભોલેનો નાદ ગુંજી ઉઠયો હતો, શહેરના ગૌતેમેશ્વર મહાદેવ મંદિર, ભીમનાથ મંદિર, પંચમુખા મહાદેવ મંદિર, મોંઘીબા જગ્યા, સહીતના અનેક શિવાલયોમાં ગઇકાલે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. જોકે મંદિરમાં સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું રહે તે પ્રકારે તમામ શિવાલયોમાં દર્શનાર્થીઓને પ્રવેશ અપાયો હતો. ભક્તજનો પણ માસ્ક પહેરીને દર્શનાર્થે આવ્યા હતા. કોઈપણ પ્રકારની પૂજા સામગ્રી વિના શિવાલયમાં પ્રવેશ અપાયો હતો.જ્યારે રૂદ્રાભિષેક- જલાભિષેક વગેરે પર પ્રતિબંધ હોવાથી ભક્તજનોએ માત્ર દર્શનનો લ્હાવો લીધો હતો અને કોરોના કહેર વચ્ચે સરકારી તમામ નીતિ-નિયમોને આધીન શ્રાવણ માસના પ્રથમ સોમવાર ની ભક્તજનોએ આસ્થાભેર ઉજવણી કરી હતી. Read the full article
શ્રાવણમાં સિહોર ખાતે લોકમેળાઓ નહિં યોજાય, ધંધાર્થીઓને મોટો ફટકો
પહેલી વખત પવિત્ર Shravan Massની રંગત ફિક્કી જોવા મળી
યાસીન ગુંદીગરા શ્રાવણ માસમાં યોજાતા લોક મેળાઓના કારણે અનોખી રંગત જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાનું ગ્રહણ નડી ગયુ છે. કોરોનાના પ્રતાપે સિહોરમાં શ્રાવણ મહિનામાં યોજાતા ધાર્મિક સામાજીક મેળાવડા નહિં યોજાવાના કારણે નાના ધંધાર્થીઓને ફટકો પડ્યો છે શ્રાવણ માસમાં દર સોમવારે શિવાલયોની આસપાસ નાના મોટા ધાર્મિક મેળા યોજાતા હોય છે. સિહોરના પ્રગતેશ્વર રોડ બ્રહ્મકુંડ ગૌતમેશ્વર તળાવ ખાતે સાતમ આઠમનો મેળો ભરાય. ઉપરાંત, શ્રાવણ માસમાં કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં પણ કેટલાય લોક મેળા યોજાતા હોય છે. છેક ભાદરવા માસ સુધી મેળાઓની રમઝટ જામતી હોય છે. પરંતુ, કાળમુખા કોરોનાના કારણે શ્રાવણ મહિનાની રંગત છીનવાઈ ગઈ છે. શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો હોવા છતા સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવાના ભાગરૃપે લોકો શિવાલયમાં જઈને દુધ ચડાવી શકતા નાથી. ત્યારે, વર્તમાન સમયમાં કોરોનાના કારણે તંત્ર દ્વારા સામાજીક અને ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધ હોવાથી કચ્છમાં પણ અનેક મેળાઓ યોજાશે નહિં એટલે વેપારીઓને પડયા પર પાટુ છે. લોકડાઉનમાં મંદીનો માર ખમેલા વેપારીઓ માટે આ બાબત વધુ નુકશાનકારક બની રહેશે. સિહોરમાં પણ નાના મોટા લોક મેળા અને ખાનગી મેળા નહિં યોજાઈ તેવું હાલ લાગી રહ્યું છે ત્યારે નાના વેપારીઓ મેળાઓમાં વેપાર ધંધા કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોઈ છે આવા નાના-મોટા સ્ટોલ ધારકો માટે શ્રાવણ માસના મેળાઓ જ આખા વરસની કમાણીનું માધ્યમ બનતા હોય છે. મેળાઓ નહીં યોજાતા તેમના ગુજરાનનો પ્રશ્ન પેદા થયો છે. Read the full article
સિહોર સાથે પંથકમાં મંગળવારથી શિવભકિતનો શંખનાદ ફૂંકાશે.? ચોતરફ બમ બમ ભોલેનો નાદ ગૂંજી ઉઠશે.?
શિવભકતો ભોળાનાથને અભિષેક નહી કરી શકે, કોરોના ઈફેકટના લીધે શ્રાવણ માસની ઉજવણીનો રંગ અગાઉના વર્ષોની જેમ જામશે નહી
બ્રિજેશ ગૌસ્વામી આગામી મંગળવારથી દેવાધિદેવ મહાદેવની ભકિત અને ઉપાસનાના અનેરા મહોત્સવ સમાન પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થશે, શિવભકિતનો દિવ્ય શંખનાદ ફુંકાશે અને તેની સાથે જ સિહોર અને પંથકના શિવાલયોમાં બમ બમ ભોલેનો ગગનભેદી નાદ ગુંજી ઉઠશે. કોરોનાની મહામારીના કારણે આ વર્ષે શ્રાવણ માસની ઉજવણી ગત વર્ષો જેવી નહિ હોય. મોટા ભાગના શિવાલયોમાં શિવભકતો દુગ્ધાભિષેક કરી શકશે નહિ એટલુ જ નહિ આ વર્ષે શિવ ધર્મસ્થાનકોમાં ભાવિકોનો દરીયો ઘુઘવશે નહિ. સિહોર શહેર અને તાલુકાભરમાં આવેલા શિવાલયોમાં તા.૨૧ થી પરંપરાગત રીતે પવિત્ર શ્રાવણ માસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે શ્રાવણ માસમાં શિવાલયોમાં ચાર પ્રહરની મહાઆરતી, મહાપૂજા, અર્ચન,જળાભિષેક, દુગ્ધાભિષેક,રૃદ્રાભિષેક, શિવધૂન, ભજન-કિર્તન,સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં માનવ મહેરામણ હિલોળે ચઢે છે. જો કે, આ વર્ષે કોરોનાના કહેરના કારણે શ્રાવણ માસની સાદાઈથી ઉજવણી કરવામાં આવશે.શિવાલયોમાં જલાભિષેક અને દુગ્ધાભિષેક માટે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના હોય. તેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા હોય શિવાલયોના ગર્ભગૃહમાં તમામ ભકતોને પ્રવેશ નહી આપવા અથવા ફકત મર્યાદિત ભકતોને જ પ્રવેશ આપવા ઉપરાંત ચારેય શ્રાવણીયા સોમવારે શિવાલયોમાં યોજાતા બરફના શિવલીંગ અમરનાથના દર્શન તેમજ નામાંકિત કલાકારોની સંતવાણી અંગે તેમજ છોટે કાશી સમાન સિહોરના નવનાથ મહાદેવ તેમજ ગોહિલવાડના દરિયાકિનારે આવેલા નામાંકિત શિવાલયોના સાનિધ્યમાં યોજાતા ભાતીગળ લોકમેળા,સહિતના અન્ય ખાસ કાર્યક્રમો સહિતના પ્રશ્ને મોટા ભાગના શિવમંદિરોમાં વિચારણા થઈ રહી છે. બોક્સ.. લોકજીવનના ધબકારા ઝીલે છે શ્રાવણીયા લોકમેળા પવિત્ર શ્રાવણ માસના આરભંની સાથે જ લોકજીવનના ધબકારા ઝીલતા અને ઉમંગ ઉમેરતા ભાતીગળ લોકમેળાની રંગલી સીઝન જામશે.આ માસમાં શિવ અને કૃષ્ણની ભકિતના રંગે ભાવિકો રંગાતા હોય છે. અધ્યાત્મની સાથે મોજના સંગમ સમાન આ શ્રાવણીયા લોકમેળાના ઈતિહાસ પણ સીમાડા પાર સુવિખ્યાત છે. લોકમેળા સાથે કોઈને કોઈ ધાર્મિકતાસભર ઈતિહાસ પણ સંકળાયેલ હોય આસ્થાસભર મેળો માણવા ફકત સ્થાનિક જ નહિ બલકે વિદેશીઓ પણ ઉમટતા હોય છે. જો કે, કોરોનાના લીધે આ વર્ષે ભાતીગળ લોકમેળા જોવા મળશે નહિ. Read the full article
શ્રાવણ માસમાં આ વખતે ભક્તો ભોળેનાથને અભિષેક નહીં કરી શકે
સિહોર સહિત રાજ્યમાં ૨૧ જુલાઇ-મંગળવારથી શ્રાવણ માસનો પ્રારંભ, કોરોનાને લીધે ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ નહીં આપવા મોટાભાગના મંદિરોમાં વિચારણા
બ્રિજેશ ગૌસ્વામી દેવાધિદેવ મહાદેવની ઉપાસનાના પર્વ શ્રાવણ માસનો આગામી ૨૧ જુલાઇ-મંગળવારથી સિહોર સહિત સમગ્ર રાજ્યમાં પ્રારંભ થશે. જોકે, આ કોરોના મહામારીને પગલે આ વખતે શ્રાવણ માસ દરમિયાન મોટાભાગના મંદિરોમાં ભક્તો ભગવાન શંકરને જળાભિષેક કરી શકશે નહીં. સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં રૃદ્રી સહિતના વિશિષ્ટ આયોજન થતા હોય છે અને જળાભિષેક માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિમાં ભક્તોને આ વખતે ઘરે બેઠા જ ભોળેનાથની આરાધના કરવી પડી શકે છે. અનલોક-૧ બાદ મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યા ત્યારથી જ મોટાભાગના મંદિરોમાં ભક્તો માટે ગર્ભ ગૃહમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે ત્યારે મોટાભાગના મંદિરો શ્રાવણ માસ દરમિયાન અભિષેક માટે ભક્તોને ગર્ભ ગૃહમાં પ્રવેશ નહીં આપવા વિચારણા કરી રહ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ આ વખતે શ્રાવણ મહિના દરમિયાન કઇ રીતે આયોજન કરવું તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. પરંતુ પ્રવર્તમાન સ્થિતિમાં માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ ભક્તો દર્શન કરે, ગર્ભગૃહમાં ભક્તોને પ્રવેશ નિષેધ રહે અને રૃદ્રિ જેવા આયોજન ભવ્ય રીતે નહીં તે જ વર્તમાન સમયમાં જરૃરી છે. Read the full article
Things to know about Sawan- The Shravan month is dedicated to Shiva. It is the fifth month of the Hindu calendar and is considered to be the holiest month of the year.
Things to know about Sawan- The Month of Shravan is dedicated to Lord Shiva and is popularly known as Sawan. It is the fifth month of the Hindu calendar which is also considered to be the Holiest Month of the year. As per Vedic astrology, when the sun enters the Zodiac Leo, Shravan maas is said to set in and as per lunar calendar it is set on full moon day (Purnima).
This article includes an itemized account of Lord Shiva who is viewed as the preeminent celestial being of the radiant power. Get yourself taught about Lord Shiva and find out about the significance of Shiv revere during Shravan month. Read More:https://zcu.io/1kQu