AtoZ Multispeciality Hospital, ડી. એસ. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, અને સિનિયર સિટીઝન ક્લબ, સચિન, જી. સુરત દ્વારા આયોજિત સિનિયર સિટીઝન કપલ પરિવારો માટે સૈન્ય ની વફાદારી અને દેશભક્તિથી તરબોળ કરી રાષ્ટ્રીયતા ભાવના ઉજાગર કરતું દેશભક્તિ થી ભરપૂર "મરણોત્તર" નામક નાટકનું યોજવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં શ્રી નીરવભાઈ આર. પટેલ (એમ ડી, એ ટૂ ઝેડ ગ્રુપ), શ્રી ગીરીશભાઈ ડાહ્યાભાઈ પટેલ (ટ્રસ્ટીશ્રી, ડી. એસ. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સચિન), શ્રી યોગેશભાઈ સૂર્યવંશી (ડિરેક્ટર, એ ટૂ ઝેડ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ, સચિન), શ્રી મનોજસિંહ સોલંકી (પ્રમુખશ્રી, નગરપાલિકા, સચિન), શ્રી ઉમેશભાઈ પટેલ (કારોબારી ચેરમેન, નગર પાલિકા, સચિન), શ્રી સંદીપભાઈ દેસાઈ (મહામંત્રી જિલ્લા સંગઠન, ભાજપા), શ્રી હિતેન્દ્રસિંહ વાંસીયા (ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત, સુરત), શ્રી જયરાજબા કુંવારબા સોલંકી (માજી પ્રમુખશ્રી, નગર પાલિકા, સચિન), અને અન્ય મહેમાનો તથા આમંત્રિત પ્રજાજને ઉપસ્થિત રહી નાટકનો ભરપૂર લ્હાવો લીધો. આપ સર્વેનો ખુબ ખુબ આભાર.