ઉદ્યોગનગરમાં પખવાડિયાના ગાળામાં બે પેઢીના તાળાં તૂટ્યા
ઉદ્યોગનગરમાં પખવાડિયાના ગાળામાં બે પેઢીના તાળાં તૂટ્યા
બ્રાસ પાર્ટની પેઢીમાંથી 28 અને શેર બજારનો કારોબાર કરતી પેઢીમાંથી 25 હજારની રોકડ કાઢી ગયા
જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગનગરમાં અને ગોકુલનગર જકાત નાકે આવેલ એક બ્રાસના કારખાના સહિત બે વ્યાપારી પેઢીઓમાં પખવાડિયાના ગાળા દરમિયાન નિશાન બનાવી ચોર અડધા લાખ ઉપરાંતની રોકડ ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અમુક શકમંદ સુધી તપાસ પણ લંબાવી છે. પોલીસ તસ્કરો સુધી પહોચી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
View On WordPress











