ઢસાના ભંડારીયા ગામે મહાસંમેલનમાં આવી રહેલા કરણી સેનાના પ્રમુખની અટકાયત
ઢસાના ભંડારીયા ગામે મહાસંમેલનમાં આવી રહેલા કરણી સેનાના પ્રમુખની અટકાયત
દેવરાજ બુધેલીયા ઢસામાં ગઈ કાલે બનેલ ઘટનાના સંદર્ભે ભંડારીયા ખાતે મહાસંમેલન માં હાજરી આપવા આવી રહેલા કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતની બરવાળા પોલીસે અટકાયત કરી બોટાદના ઢસા ગામે ગઈકાલે દુકાનની આડે કાર પાર્કિંગના મામલે બનેલ ઘટનાના સંદર્ભે ભંડારીયા ગામે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં હાજરી આપવા માટે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત અમદાવાદથી નીકળ્યા હતા ત્યારે બરવાળા પહોંચતા પોલીસ કાફલાએ રાજ શેખાવતની અટકાયત કરી નજર કેદ કરવામાં આવ્યા હતા.આ સમાચાર વહેતા થતા કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતના સમર્થકો બરવાળા પોલીસ સ્ટેશન પર એકત્રિત થયા હતા પોલીસ મથક પર પુરતો પોલીસ બંદોબસ્ત નિહાળવા મળતો હતો ત્યાર બાદ રાજ શેખાવતને પોલીસ વાહનોના કાફલા વચ્ચે વેરાવળ ભાલ ખાતે લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે Read the full article














