બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની તૈયારીઓ, ઉમેદવારોના સેન્સ લેવાયા
બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની તૈયારીઓ, ઉમેદવારોના સેન્સ લેવાયા દેવરાજ બુધેલીયા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ બોટાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે .જે ને લઈ આજે બોટાદ જિલ્લા પંચાયત ની 5 બેઠકો માટે ઉમેદવારો અંગે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉમેદવાર પસંદગી પ્રક્રિયા સાથે કૃષિ કાયદા ને લઈ કોંગ્રેસ કાર્યકરો સાથે કરી ચર્ચા. પ્રદેશ પ્રવક્તા મનહર પટેલ દ્વારા સેન્સ લેવામાં આવી હતી.જેમાં ચૂંટણી લડવા ઇચ્છુ કે ઉમેદવાર રહ્યા હાજર હતા આગામી દિવસો માં આવનાર સ્થાનિક ચૂંટણી ને લઈ કોંગ્રેસ દ્વારા ચૂંટણી ની તૈયારી ઓ હાથ ધરી છે.પ્રદેશ કોંગ્રેસ ની સૂચના મુજબ પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ આજે બોટાદ ખાતે હાજર રહ્યા હતા. જેમાં મનહર પટેલ ની હાજરી માં બોટાદ જિલ્લા પંચાયત ની કુલ 20 બેઠકો માંથી 5 બેઠકો પર સેન્સ હાથ ધરવામાં આવી જેમાં પ્રદેશ પ્રવક્તા મનહર પટેલ દ્વારા કૃષિ કાયદા ને લઈ કોંગ્રેસ આગેવાન કાર્યકરો સાથે કરવામાં આવી ચર્ચા. જિલ્લા પંચાયત ની જાળીલા ,જુના નાવડા, લખિયાણી,માંડવધાર,ઉગામેડી જિલ્લા પંચાયત ની સીટ પર ચૂંટણી લડવા ઈચ્છા ધરાવનાર ઉમેદવાર ની સેન્સ મનહર પટેલ દ્વારા લેવામાં આવી. જેમાં મનહર પટેલ દ્વારા ઉમેદવાર પસંદગી માં ભણતર,વિચારધારા તેમજ લોકો ના પ્રસનો ને લઈ કામગીરી કરી શકે તેવા ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. Read the full article












