એલસીબીના જવાનની પ્રમાણિકતા: પૈસા ભરેલો થેલો મુળમાલીકને શોધી પરત સોંપ્યો છાસવારે પોલીસને બદનામ કરવા માટે અમુક તત્વો તત્પર હોય છે. આખરે પોલીસ પણ માનવી છે તે વચ્ચે જામનગર એલસીબીના પોલીસ કર્મીએ ઇમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડીને નેવીના અધિકારીનો બીનવારસુ પૈસા ભરેલો થેલો પરત આપીને સરાહનીય કામગીરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.











