ક્યારેક એમ પણ બને...
તારી સામે મન મૂકીને વાતો કરવા તરસીયે,
અને જ્યારે સંજોગો આવે ત્યારે મૌન સેવીયે.
ક્યારેક એમ પણ બને...
લાખ કોશિશ છતાં હું કંઈ બોલી ના શકું,
અને એકાંતમાં બસ તારું નામ જ રટણ કર્યા કરું.
ક્યારેક એમ પણ બને...
લાખ કોશિશ કરું તને ભુલવાની છતાં,
તારી યાદ વધુ ને વધુ સતાવે.
ક્યારેક એમ પણ બને...
મારી દરેક રચનામાં મળશે હાજરી સતત તારી,
તો પણ તને એવું જ કહીશ કે મને તું યાદ પણ રહેતી નથી.
ક્યારેક એમ પણ બને...











