૧ રથયાત્રા અને નિલકંઠવર્ણી સનાતન હિન્દુ વૈદિક ધર્મના ચાર ધામ અને સાત પુરી પૈકીનું એક ધામ એટલે ઓરિસ્સા રાજ્યમાં આવેલું પુરી શહેર એમ કહેવાય છે કે બદરીનાથ ધામ સત્યયુગનુ, રામેશ્વર ધામ ત્રેતાયુગનુ, દ્વારિકા ધામ દ્વાપરનુ અને પુરી ધામ કળિયુગનુ મુખ્ય ધામ છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના મનુષ્ય શરીરાવશેસ (કાસ્ટરૂપી) થી પ્રથમ મૂર્તિનું નિર્માણ કાર્ય કરવામાં આવેલ છે. અહીં વિશાળ પરિસરમાં મંદિર સંકુલનું નિર્માણ કરવામા આવેલ છે. જગન્નાથપુરી તીર્થક્ષેત્રમાં આવેલ નાના-મોટા પૌરાણિક મંદિરના વિસ્તારને પુરુષોત્તમક્ષેત્ર પણ કહેવામાં આવે છે ૧. જગન્નાથપુરી તીર્થ આ વિશાળ મુખ્ય મંદિરના અધિષ્ઠાતા દેવ છે- ભગવાન શ્રી જગન્નાથજી (શ્રીકૃષ્ણ). મંદિરમાં મોટા ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી સહિત બિરાજમાન છે. આ મંદિરમાં હજારોની સંખ્યામાં પૂજારી અને અન્ય સેવકો ભગવાન શ્રી જગન્નાથજી ની સેવામાં દિવસ-રાત હોય છે. અહીં મુખ્ય ઉત્સવ રથયાત્રાનો છે. શ્રીજગન્નાથ મંદિરના પરિસરમાં જ વિશ્વનાથ લિંગ, અજાનનાથ ગણેશ, સત્યનારાયણ, સિધ્ધ ગણેશ, બ્રહ્માસન, લક્ષ્મી મંદિર, સૂર્યમંદિર વગેરે અનેક મંદિરો છે.શ્રી જગન્નાથજીના રાંધેલા ભાતનો મહાપ્રસાદનો મહિમા જગવિખ્યાત છે. મહાપ્રસાદમાં છૂતાછૂતનો દોષ માનવામાં આવતો નથી. સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીનો પ્રસાદ ગ્રહણ કરવાની આજ્ઞા કરેલ છે. સ્વર્ગદ્વાર :- મંદિરની નજીક જ સમુદ્રતટ છે જેને સ્વર્ગદ્વાર કે મહોદધિ કહે છે. અહીં ચક્રતીર્થ છે. મંદિરમાં દર્શન કરવા જતા પહેલા અહીં કે મંદિરમાં જ આવેલ રોહીણીકુંડમાં સ્નાન કરવામાં આવે છે. રોહીણીકુંડમાં સુદર્શનચક્રનો પડછાયો પડે છે. ગોંડીયા ( ગુડીચા ) મંદિર:- જનકપુરીમાં આ મંદિર આવેલ છે. અહીં કોઇ મૂર્તિ નથી ફક્ત સભાભવનમાં લક્ષ્મીજીની મૂર્તિ છે. રથયાત્રા વખતે ત્રણે રથ અહીં સાત દિવસ રાખવામાં આવે છે. પછી રથ મુખ્ય મંદિર પાછા લઇ જવામાં આવે છે. મુખ્ય મંદિરથી આ મંદિર 2 કી. મી. દુર છે. ઇન્દ્રધુમ્ન સરોવર:- જનકપુરમાં આવેલું છે. આ પવિત્ર સરોવરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ નીલકંઠવર્ણી સ્વરૂપે પધાર્યા ત્યારે સ્નાન કરતા. ઇન્દ્રધ્રુમ્ન સરોવરના કાંઠા ઉપર ઇન્દ્રધ્રુમ્ન રાજાનું મંદિર છે તેમાં ભગવાન શ્રી નિલકંઠવર્ણી રહ્યા હતા. તેમણે દસ હજાર અસુરોનો નાશ અહીં કરેલો. ચંદન તળાવમાં પણ ભગવાન શ્રી નિલકઠવર્ણી સ્નાન કરતા. સંપ્રદાયમાં સૌ પ્રથમાર ઇન્દ્રધ્રુમ્ન સરોવરના કિનારે સુવ્રતમુનિએ રાજા પ્રતાપસિંહને સત્સંગિજીવનની કથા સંભળાવેલ છે. અને આ તીર્થના નજીકમાં જ માર્કંન્ડેય સરોવર છે. #rathyatra #jagannath #nilkanthvarni https://www.instagram.com/p/CBxutGfDaWj/?igshid=cfdyn7shk7kr














