પીજીવીસીએલના કર્મચારીને તમાચો મારી ધમકી આપી
સોનગઢ પોલીસે પીપરલા ગામના શખ્સ સામે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધી
હરેશ પવાર પાલિતાણા પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીના ફરજ પરના ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટને પીપરિયાના શખ્સે તમાચો મારી ફરજમાં રૂકાવટ કર્યાં અંગે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીના ફરજ પરના ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટ મયુરભાઈ હરેશભાઈ રાણા એકલિયા પાટી વિસ્તારમાં જ્યોતિગ્રામના ટીસીનું જમ્પર ગયેલ હોય જેનું સમારકામ માટે લાઈન ક્લિયર કર્યાં બાદ ટીસી પર ચડી પોતાની કામગીરી કરી રહ્યાં હતા ત્યારે ભરત આલ (રહે. એકલિયા વિસ્તાર, પીપરલા)એ આવીને મારી વાડીની લાઈટ બંધ છે. જે તમે તાત્કાલિક રીપેર કરી જવા કહેતા મુયરભાઈએ તેમને ફરિયાદ લખાવ્યા બાદ રિપેર કરવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી કહ્યું કે, મારે ફરિયાદ ન લખાવવાની હોય તુ અત્યારે જ રિપેર કરી જા. જે બાદ તેણે નીચે ઉતારી કાઠલો પકડી તમાચો મારી દઈ કહ્યું કે હવે તું ગામમાં નોકરી કેમ કરે છો તે હું જોઉં છું તેમ કહી ફરજમાં રૂકાવટ કરી હતી. આ મામલે પાલિતાણા પીજીવીસીએલના નાયબ ઈજનેર સોનલબેન ડામોરે સોનગઢ પોલીસ મથકમાં ભરત આલ (રહે. પીપરલા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. Read the full article









