Babysitting
ના ભાઈ ચાલુ નથી કર્યું કે વિચાર પણ નથી. નાના બાળકોને તો હું ૧૦-૧૫ મિનિટ રમાડી લઉ બસ, એનાથી વધારે એમને સાચવવાની ધીરજ મારામાં નથી. આજ કાલ હું રોજ લંચ સમયે ચા પીવા ૧-૨ જગ્યા એ બેસું છું. બહુ નોર્મલ પણ શાંત જગ્યા અને લોકોની બહુ અવર જવર નથી હોતી. ખાસ તો ત્યાં સિગરેટ અને પાન મસાલા નું સેવન કરવા વાળા બહુ લોકો નથી હોતા. આજે ત્યાં ચા પીતો હતો અને એક માજી બાબાગાડી માં એક સુંદર નાનું બાળક બેસાડી ને આવ્યા…











