ધનુર્માસ દરમિયાન બેટ દ્વારકાના શ્રી દ્વારકાધીશજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર
યાત્રાધામ બેટ દ્વારકા ખાતે સ્થિત શ્રી દ્વારકાધીશજીના મંદિર દ્વારા આગામી ધનુર્માસ–૨૦૨૫ના અનુસંધાને ભક્તોની સુવિધા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દર્શન ક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ વિવિધ તારીખોએ દર્શન સમય અલગ-अलग રહેશે. મંદિર વહીવટીતંત્રએ તમામ વૈષ્ણવ ભક્તોને સૂચના આપી છે કે તેઓ દર્શન માટે આવતાં પહેલા નક્કી કરેલા સમયપત્રકનું પાલન…

















