#Akila #BreakingNews #DevbhumiDwarka #Tregedy
seen from Germany
seen from United States
seen from China
seen from United States
seen from United States
seen from Germany
seen from Australia
seen from Germany
seen from Malaysia
seen from China
seen from United States

seen from Australia

seen from United Kingdom
seen from China
seen from United Arab Emirates
seen from China

seen from Germany
seen from China

seen from Malaysia
seen from Türkiye
#Akila #BreakingNews #DevbhumiDwarka #Tregedy
શ્રી દ્વારકાધીશ જગતમંદિરના પૂજારી નેતાજી પૂજારીનો આજે જન્મદિવસ: ઠેર-ઠેરથી મળી રહી છે શુભકામનાઓ
દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ જગતમંદિરના પૂજારી શ્રી નેતાજી પૂજારીનો આજે તારીખ 07/01/2026 ના રોજ જન્મદિવસ છે. ભગવાન દ્વારકાધીશની સેવા-પૂજામાં સદૈવ તલ્લીન રહેતા અને ભક્તોમાં આગવું સ્થાન ધરાવતા નેતાજી પૂજારીના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો, મિત્રવર્તુળ અને બહોળી સંખ્યામાં ભક્તો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.આજના આ શુભ અવસરે નેતાજી પૂજારીનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને…
દ્વારકામાં નવા વર્ષની ઉજવણી ટાણે ભક્તોનું ઘોડાપૂર: ૨૫૦૦થી વધુ રૂમ હાઉસફૂલ, તંત્ર ખડેપગે
નાતાલના વેકેશન અને નવા વર્ષની ઉજવણીના પાવન અવસરે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. ૨૦મી ડિસેમ્બરથી જ અહીં દર્શનાર્થીઓ અને પ્રવાસીઓનો અવિરત પ્રવાહ શરૂ થઈ ગયો છે. દેશ-વિદેશ અને ખાસ કરીને ભારતના હિન્દીભાષી રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે, જેના કારણે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણભક્તિના રંગે રંગાઈ ગઈ છે.યાત્રાધામમાં…
દેવભૂમિ દ્વારકા: પોલીસ બેડામાં મોટા ફેરફાર, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા 2 PI અને 3 PSI ની બદલીના આદેશ
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રમાં ફરી એકવાર મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર આંતરિક બદલીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનના PI શ્રી ટી.સી. પટેલને દ્વારકાધીશ…
દ્વારકા જગતમંદિરના નવા પી.આઈ. તરીકે તુષાર પટેલની વરણી: જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વપૂર્ણ નિમણૂક
દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળા દ્વારા દ્વારકાધીશ જગતમંદિરના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) તરીકે તુષાર પટેલની નિમણૂક કરવામાં આવી છે. દ્વારકાનું જગતમંદિર દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર હોવાથી અહીં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અત્યંત…
દ્વારકામાં 'મદારી ગેંગ'નો પર્દાફાશ: તાંત્રિક વિધિના નામે સોનાના દાગીના પડાવતી ટોળકીના બે સાગરીતો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા એલસીબી (LCB) ટીમે એક મોટી સફળતા હાંસલ કરતા તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી કરતી કુખ્યાત ‘મદારી ગેંગ’નો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવીને નાગરિકોને શિકાર બનાવતી ઘટનાઓમાં વધારો થયો છે, ત્યારે દ્વારકા પોલીસે સતર્કતા દાખવીને આ ટોળકીના બે સાગરીતોને ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની વિગતો મુજબ, આરોપીઓએ રાજકોટના રહેવાસી નિર્મલ ઝરુ…
દ્વારકામાં મંદિર ચોક અને જોધાભા માણેક રોડ પર ગેરકાયદેસર દબાણનો ત્રાસ: કલેક્ટરના જાહેરનામા છતાં કાર્યવાહી ન થતાં વેપારી મંડળ દ્વારા CMO અને ગૃહમંત્રીને ટ્વીટ કરી ફરિયાદ
યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરની આસપાસ અને મુખ્ય બજારોમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા દિવસેને દિવસે વિકટ બની રહી છે. ખાસ કરીને મંદિર ચોક અને જોધાભા માણેક રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ અને ફેરિયાઓના અડીંગાને કારણે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે હવે દ્વારકાના ન્યૂ વેપારી મંડળ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. દ્વારકા ન્યૂ વેપારી મંડળના પ્રમુખ નિલેશભાઈ બથિયા એ…
દ્વારકાના આંગણે ભક્તિનો મહાસંગમ: 32 કરોડ જાપ સાથે ચંડી મહાયજ્ઞ અને 108 શિવલિંગ પર મહારૂદ્ર અભિષેકનું ભવ્ય આયોજન
યાત્રાધામ દ્વારકાની પવિત્ર ભૂમિ પર આગામી સમયમાં એક અભૂતપૂર્વ ધાર્મિક મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. પરમ તપસ્વી સંત આત્માનંદદાસજી મહાત્યાગી (નેપાલી બાબા) ના આશીર્વાદથી શિવભક્ત ધારાસભ્ય પબુભા વિરમભા માણેક પરિવાર દ્વારા જાન્યુઆરી 2026માં ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નાગેશ્વર રોડ સ્થિત ગૌશાળા ખાતે યોજાનારા આ મહોત્સવમાં શ્રીમદ દેવી ભાગવત કથા અને 32 કરોડ જાપ સાથેનો ચંડી મહાયજ્ઞ મુખ્ય આકર્ષણ…