દ્વારકામાં ઐતિહાસિક ક્ષણ: 'લાલો' ફિલ્મનું ઓપન ગ્રાઉન્ડમાં ભવ્ય સ્ક્રીનિંગ, સ્ટારકાસ્ટ સાથે જનમેદની ઉમટી
દ્વારકાના આંગણે સિનેમાના ઇતિહાસમાં એક નવી પહેલ જોવા મળી છે. દેવભૂમિ દ્વારકામાં પ્રથમ વખત કોઈ ફિલ્મને ઓપન ગ્રાઉન્ડમાં હજારો દર્શકોની ઉપસ્થિતિમાં પ્રદર્શિત કરવામાં આવી છે. દ્વારકાના સર્કિટ હાઉસની પાછળ આવેલા વિશાળ મેદાનમાં ગુજરાતી ફિલ્મ ‘લાલો’નું ખાસ સ્ક્રીનિંગ યોજાયું હતું. આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે ફિલ્મના કલાકારો (સ્ટારકાસ્ટ) પણ દર્શકોની વચ્ચે હાજર રહ્યા હતા. પોતાના મનપસંદ કલાકારોને રૂબરૂ…













