વાંદરાઓથી લઈને GenZ સુધી: "વિટામિન M" ની રહસ્યમય સફર
વ્હાલી નીરજાને સમર્પિત… વિટામિન A, B, C કે D વિશે તો આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ, પણ શું તમે ક્યારેય ‘વિટામિન M’ વિશે સાંભળ્યું છે? પહેલી નજરે આ શબ્દ કદાચ કોઈ મેડિકલ સાયન્સનો કોડ લાગી શકે, અથવા કોઈને ‘મની’ કે ‘મસલ્સ’ યાદ આવી શકે. વાસ્તવમાં, વિટામિન M એ એક એવું રહસ્યમય તત્વ છે જે વિજ્ઞાનના પાનાઓથી શરૂ થઈને આજના ડિજિટલ યુગના ડ્રોઈંગ રૂમ સુધી ફેલાયેલું છે. ૧૯૩૦ના દાયકામાં વાંદરાઓ પર થયેલા…











