સુંદરકાંડ ભાગ-૬૨: ત્રિજટાનું વિલક્ષણ પાત્ર અને લંકાના વિનાશનું પૂર્વાભાસી સ્વપ્ન
શ્રી ગણેશાય નમ: | શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્ગુરુ દેવાય નમ: | શ્રી સુંદરકાંડની આ દિવ્ય યાત્રાના પાછલા ભાગ, “સુંદરકાંડ ભાગ-૬૧: રાવણનો ‘ટાર્ગેટ’ અને અશોકવાટિકામાં રાક્ષસીઓનો ત્રાસ” માં આપણે જોયું કે રાવણ એક માસની મુદત આપીને ત્યાંથી વિદાય લે છે અને રાક્ષસીઓ માતા સીતાને ડરાવવા માટે બિહામણા રૂપો ધારણ કરે છે. આપણે એ પણ સમજ્યા કે હનુમાનજી વૃક્ષ ઉપર બેસીને આ બધું…







