રાજકોટ શહેરમાં વરસેલા વરસાદને કારણે રોડ પર પાણી ન ભરાય તે માટે મ્યુનિસિપલ કમિશનરે બનાવેલ એક્શન પ્લાન રહ્યો સફળ.. સીસીટીવી કેમેરાના આધારે પાણી ભરાયેલ વિસ્તારમાં મનપાની ટીમોને કામે લગાડી પાણીનો કરવામાં આવ્યો નિકાલ.. વરસાદી પાણીના નિકાલ માટે સીસીટીવી સર્વેલન્સ સાથે ઝડપી કામગીરી: વરસાદ પૂર્વે મનપાની ટીમો સ્ટેન્ડ બાય રખાયેલી રેડ ઝોન – યલો ઝોન પ્રમાણે સુનિશ્ચિત કરાયેલા વિસ્તારોમાં ત્વરિત કામગીરી ચોમાસાની ઋતુને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરીની સમીક્ષા દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ત્રણેય ઝોનના નાયબ મ્યુનિ. કમિશનર અને તમામ સિટી સહિતના અધિકારી સાથે શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરવાના પ્રશ્નો, તેના કારણો અને ઉકેલો સહિતના મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કમિશનરશ્રીએ ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાના પ્રશ્નને અત્યંત ગંભીરતાથી હાથ પર લીધો છે અને તંત્રની કામગીરીમાં કચાશ ના રહે તે પ્રકારની સ્ટ્રેટેજી અમલમાં મુકવા પર ખાસ ભાર મુક્યો હતો. દરમ્યાન ગઈકાલે રવિવારે સાંજે ભારે વરસાદ વરસ્યો હતો અને તેના પગલે કમિશનરની સૂચના અનુસાર નક્કી કરેલી સ્ટ્રેટેજી અનુસાર રેડ ઝોનમાં આવતા રસ્તા કે ચોક કે અન્ય વિસ્તારો પર યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી વધુ ઝડપથી અને ચોકસાઈપૂર્વક થઇ શકે તે માટે આઈ-વે પ્રોજેક્ટનાં સીસીટીવી સર્વેલન્સ નેટવર્કનો તંત્રનો બખૂબી ઉપયોગ કરી પાણી નિકાલ માટેની કામગીરી ઝડપી બનાવી હતી. રિસ્પોન્સ ટાઈમ સાલ નજીવો રહે તે રીતે ઈજનેરો અને તેમની ટીમોએ કામ હાથ ધર્યું હતું. #rajkotmunicipalcorporation #rajkotcity #rain #rajkotians #rajkotiyan #water @smartcityrajkot #ILOVE_RAJKOT03 #rajkot (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CROcwUkMy19/?utm_medium=tumblr













