સિટીના કનોરિયા આર્ટ સેન્ટર ખાતે ‘ચિત્રથી ચેરિટી’ પેઇન્ટિગ એકિઝબિશનમાં થયેલી આવકના ૩૫% ૨કમ નિ:સહાય વ્યક્તિઓ અને કોવિડ૧૯ દરમિયાન તકલીફમાં મુકાનાર થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ઇલાજમાં વપરાશે. કલાકારોને ઓળખ મળે તેમજ જરૂરિયાતમંદને સહાય આપવાના હેતુથી ‘ચિત્રથી ચેરિટી'નું આયોજન ધ હોબી સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૮૮.૮૮૮ની કિંમતના આઠ પેઇન્ટિંગ્સનું વેચાણ થયું હતું. આર્ટિસ્ટ વિવેક રંગા, સપના, મનિષ, મેઘના ગાંધી, વિશ્વા ત્રિવેદી અન જયદીપ બારડના પેઇન્ટિંગ્સનું વેંચાણ થયું હતું. ગત વર્ષે યોજાયેલ ચિત્રથી ચેરિટી, 'માં થયેલ રકમ દ્વારા જરૂરિયાતમંદ લેપ્રસી હોસ્પિટલના દર્દીઓને સહાય કરવામાં આવી હતી. ‘ચિત્રથી ચેરિટી’માં ગુજરાત, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્વિ મ બંગાળ અને દિલ્હીના આર્ટિસ્ટે ભાગ લીધો હતો. #chitrathicharitysudhi #thehobbycenter #art #artistsoninstagram #gujratiartist #gujaratiartform (at Ahmedabad, India) https://www.instagram.com/p/CLXI5MZAGrP/?igshid=1zci3s5jwlos