ભાણવડમાં એક જ દિવસમાં બે મહાકાય અજગર નીકળ્યાં જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડનો બરડા ડુંગરનો વિસ્તાર દુલર્ભ જાતિના સાપો માટે ભંડાર સમાન થવા લાગ્યો છે તથા ભાણવડ એનિમલ લવર્સ ગૃપની જાગૃતતા તથા વિનામુલ્યે ગમે તે સ્થળે ગામે પહોંચીને રેસ્કયુ કરવાની પ્રવૃતિ તથા સાપની ઝેરી બીન ઝેરી જાતિ વિષે સતત જાણકારી આપવાથી લોકોમાં મારવાની વૃતિ પણ ઘટી છે ત્યારે ગઇકાલે એક જ દિવસમાં બે મહાકાય અજગર નીકળતા તેના સફળ રેસ્કયુ કરાયા હતાં.











