ખંભાળિયા-દ્વારકા હાઈ-વે પર ડાયવર્ઝન ભૂલી ગામમાંથી બેફામ નીકળતા ભારે વાહનો જામનગર: ખંભાળિયા-દ્વારકા રોડ પર રીલાયન્સ સર્કલની પાસે ઘી નદી પર જર્જરીત પુલ હોય જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને ખંભાળિયામાં જામનગર રોડ પરની સ્ટેશન રોડ, ચાર રસ્તા થઈને પોરબંદર રોડ પરથી ડ્રાયવર્ઝન કાઢવામાં આવતા રોજ મોટી સંખ્યામાં દુકાનો તથા હોસ્પિટલ વાળા આ રોડ પર સતત ટ્રકો ભારે વાહનો નીકળતા દુકાનદારો ધૂળથી ભરાઈ જતા હોય તથા આરોગ્યને ખતરારૂપ હોઈ આ બાબતે આવેદનપત્ર, રજૂઆત તથા કેન્ડલ રેલી જેવી પ્રવૃતિઓ તથા ગાંધીનગર સુધી રજૂઆત પછી તંત્ર કડક થતા ડ્રાયવર્ઝન શરૂ કરાયો પણ તેમાં ભારે વાહનો ન નીકળવા દેવાતા હજૂ ભારે ટ્રકો શહેરમાંથી સતત નીકળતા ખુબ જ ખરાબ સ્થિતી થાય છે.












