રણમલ તળાવ લિકેજ: પાણી નંદઘર અને ભૂગર્ભ ગટરમાં! જામનગર: જામનગર મહાનગર પાલિકાના ‘બુદ્ધિશાળી’ (!) બાબુઓની અણઆવડતના કારણે શહેરની શાનસમું રણમલ તળાવ ફરી એક વખત લિકેજ થયું છે અને અમૂલ્ય જળજથ્થો હાલ ભૂગર્ભમાં વેડફાઈ રહ્યો હોવાની ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે.














