Talaja News : આઝાદીના 75 વર્ષ બાદ પણ ગરીબ અને વંચિત અને મજૂર સમુદાય પર અત્યાચાર કરતા તત્વો અસ્તિત્વમાં હશે...

seen from Türkiye
seen from United States
seen from Brazil

seen from United Kingdom
seen from United States
seen from Germany

seen from Kuwait

seen from Germany
seen from T1
seen from China
seen from France

seen from Brazil

seen from Türkiye

seen from Romania
seen from United States
seen from United States

seen from United Kingdom

seen from Kenya
seen from China
seen from Netherlands
Talaja News : આઝાદીના 75 વર્ષ બાદ પણ ગરીબ અને વંચિત અને મજૂર સમુદાય પર અત્યાચાર કરતા તત્વો અસ્તિત્વમાં હશે...
તળાજાના સરતાનપર ખાર વિસ્તારમાંથી રેતી ચોરીના ચાર ટ્રક ઝડપાયા
પોલીસે બાતમીના આધારે રેડ કરી કાર્યવાહી કરી
બ્રિજેશ ગોસ્વામી તળાજા તાલુકાના સરતાનપર ગામના ખાર વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આ અંગેની જાણ ખાણ ખનીજ વિભાગને થતા ગઇકાલે મંગળવારે રેઈડ કરી હતી અને મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ રેઈડ દરમિયાન ખનીજ ચોરો ફરાર થઈ ગયા હતાં. પ્રાપ્ત વિગતો મુજબ તળાજા તાલુકાના સરતાનપર ગામના ખાર વિસ્તારમાં મોટાપાયે ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે આજે મંગળવારે ખાણ ખનીજ વિભાગ, પોલીસ સહિતના અધિકારી-કર્મચારીઓએ રેઈડ કરી હતી. રેતી ચોરી ઝડપી પાડી હતી. આ રેઈડ દરમિયાન આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. કેટલાક ટ્રક રેતીના ઢગલા કરીને જતા હતા અને કેટલીક ગાડીઓ સ્થળ ફસાઈ ગઈ હતી. ખાણ-ખનીજ વિભાગે 4 ટ્રક અને 640 મેટ્રીક ટન રેતીનો લાખો રૂપીયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ મુદ્દામાલ હાલ ખનીજ વિભાગે સીઝ કરી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં ખાણ-ખનીજ વિભાગ દ્વારા સ્થળ પર માપણી સહિતની કામગીરી કરવામાં આવશે. Read the full article
નગરપાલિકાઓની ચૂંટણીમાં મેન્ડેટનો અનાદર કરનાર તળાજાના ૨ સહિત ભાજપે ૩૮ હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ૩૮ હોદ્દેદારો સામે કાર્યવાહી જેમાં તળાજાના ૨ આગેવાનોનો સમાવેશ
દેવરાજ બુધેલીયા ૨૪ ઓગસ્ટ ૨૦૨૯ ના રોજ યોજાયેલી સિહોર સહિત નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરના વિરુદ્ધ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પગલા લીધા છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સૂચનાથી તાત્કાલિક અસરથી તળાજાના ૨ સભ્યો સહિત ૩૮ ચૂંટાયેલા સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ એક્શનમાં જોવા મળી રહ્યા છે અને તેમણે ૩૮ હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દીધા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ એક્શનમાં આવ્યા છે. અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી કરી છે.
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા હોદ્દેદારોને પાટીલે સસ્પેન્ડ કરી દીધા છે. મેન્ડેટનો અનાદર કરનારા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયેલા સભ્યોએ નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટનો અનાદર કર્યો હતો જેમાં તળાજા નગરપાલિકાના વિનુભાઈ વેગડ લાડુબેન રાઠોડ સહિત ઉપલેટામાંથી ૧૪, રાપરમાંથી ૧૩, હારીજમાં ૪ ખેડબ્રહ્મામાં ૨ અને થરાદમાં ૩ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. Read the full article
તળાજાના રાજકારણમાં ઉથલપાથલ, પાલિકામાં ૨૫ વર્ષ બાદ ભાજપનો પરાજય
નગરપાલિકાની તળાજાની ચૂંટણી હાઇવોલ્ટેજ ડ્રામા, સમગ્ર જિલ્લાના રાજકારણમાં હડકંપ
ગૌતમ જાદવ તળાજા નગરપાલિકામાં ૨૫ વર્ષ બાદ કોંગ્રેસ સત્તા પર પરત ફર્યું છે. નગરપાલિકામાં ભાજપનો ૨૫ વર્ષબાદ પરાજય થતા ભાજપમાં સોપો પડી ગયો છે. જો કે ભાજપના જ આંતરિક સુત્રો અનુસાર અતિઆત્મવિશ્વાસ જ ભાજપને ભારે પડ્યો છે. ભાજપના કેટલાક મહત્વના ઉમેદવારો અને કાર્યકરો વારંવાર અન્યાયને પગલે કોંગ્રેસમાં જતા રહ્યા છતા, સ્થાનિક આગેવાનોએ ધ્યાન આપ્યું નહોતું. તળાજા નગરપાલિકામાં ૨૫ વર્ષ બાદ કોંગ્રેસ સત્તા પર પરત ફર્યું છે. નગરપાલિકામાં ભાજપનો ૨૫ વર્ષબાદ પરાજય થતા ભાજપમાં સોપો પડી ગયો છે. જો કે ભાજપના જ આંતરિક સુત્રો અનુસાર અતિઆત્મવિશ્વાસ જ ભાજપને ભારે પડ્યો છે. ભાજપના કેટલાક મહત્વના ઉમેદવારો અને કાર્યકરો વારંવાર અન્યાયને પગલે કોંગ્રેસમાં જતા રહ્યા છતા, સ્થાનિક આગેવાનોએ ધ્યાન આપ્યું નહોતું. જેના પગલે નગરપાલિકામાં તળાજા શહેર પ્રમુક તરીકે જેને જીત મેળવી તે વીનુ વેગડે પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા શક્તિસિંહ વાળા પણ ભાજપમાંથી જ કોંગ્રેસમાં આવ્યા હતા. જેથી ભાજપને અતિ આત્મવિશ્વાસ મોંઘો પડ્યો તેમ કહી શકાય. Read the full article
સિહોરના રબારીકા થી તળાજા આવજા કરતી એસ. ટી. બસ સેવા ફરી શરૂ કરવા તંત્ર ઉદાસીન
પ્રથમ લોકડાઉન વખતથી બંધ કરાઈ એસટી બસ, સિહોર તળાજા આસપાસના ગામો માટે લાભદાયી બસના અભાવે મુસાફરોને હાલાકી
દેવરાજ બુધેલીયા કોરોના વાયરસના સંક્રમણને અનુલક્ષીને જાહેર કરાયેલા પ્રથમ લોકડાઉનથી બંધ કરાયેલી સિહોરના રબારીકાથી ચાલતી તળાજા વાયા બેલા, સમઢિયાળા, ટાણા અને અગીયાળી રૂટની અત્યંત મહત્વની ગણાતી એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવે તેવી આ રૂટ પરના ગ્રામ્ય વિસ્તારોના ગ્રામજનોમાં પ્રબળ માંગ ઉઠવા પામેલ છે. ગત માર્ચ માસમાં કોરોનાના કહેરના કારણે એસ.ટી. તંત્ર દ્વારા બંધ કરાયેલી એસ.ટી. બસની એક પછી એક રૂટની સેવા શરૂ કરાઈ રહી છે. હાલમાં લગભગ મોટા શહેરો અને તાલુકા મથકોને જોડતી તમામ બસસેવા શરૂ થઈ ગઈ છે. આવા રૂટ ઉપર ભલે મુસાફરો મળે કે ન મળે પણ એસ.ટી.બસ સેવા દોડાવાય છે. જયારે ગામડાના રૂટમાં ભરપૂર ટ્રાફિક મુસાફરો મળવા છતાં એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં તંત્રને રસ નથી તળાજાથી ઉપડતી સિહોરના રબારીકા બસ જે બેલા,સમઢિયાળા, દિહોર,ટાણા, અગીયાળી અને દેવગાણા વગેરે અનેક ગામોને જોડે છે. આ બસ કોરોના વાયરસના સંક્રમણને અનુલક્ષીને જાહેર કરાયેલા લોકડાઉનના પ્રથમ તબકકાથી જ બંધ છે. પરંતુ હાલમાં પણ તે બંધ જ છે. અનેક રૂટ ઉપર એસ.ટી.બસ શરૂ થવા છતાં તળાજા, રબારિકા રૂટની બસ શરૂ કરાઈ નથી. સિહોર અને તળાજાના આસપાસના અનેક ગામના અસંખ્ય ગ્રામજનો માટે અત્યંત લાભદાયી એવી આ બસ જો તંત્રવાહકો દ્વારા ફરી શરૂ કરાય તો સામાન્ય અને ગરીબ જનતાને માટે આર્શિવાદરૂપ બને તેમ છે.
આમ છતાં સત્તાધીશો આ બાબતે કશુ કરતા નથી.અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ પૈકી કોઈ એસ.ટી. બસમાં મુસાફરી કરતા જ ન હોય તેઓેને મન એસ.ટી.બસનું કંઈ જ મહત્વ ન હોય તે સ્વાભાવિક છે જયારે આમજનતા માટે એસ.ટી.બસ એકમાત્ર સસ્તુ અને સલામત વાહન છે. તેથી આ ગંભીર બાબતે સત્તાધીશોના પેટનું પાણી પણ હલતુ નથી. આમેય મુસાફરો વધારે હોય ત્યાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની માલીકીના ખાનગી વાહનો વધુ દોડતા જ હોય છે. કદાચ, એટલે જ આવા રૂટ ઉપર એસ.ટી.બસ બંધ રખાય છે. જેથી ખાનગી વાહનવાળાને ઘી કેળા મળતા રહે તેવુ લોકમુખે ચર્ચાય છે. તંત્ર દ્વારા સ્થાનિક રહિશોના લાભાર્થે તળાજાથી રબારીકા બસ વહેલી તકે શરૂ કરવાની તાતી આવશ્યકતા છે. Read the full article
તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ દ્વારા રક્તદાન મહાદાન કેમ્પ તેમજ ભારત માતા પૂજન કાર્યક્રમ
એકત્ર થયેલ ૮૫ બોટલ રક્ત સર.ટી.હોસ્પિટલને અર્પણ કરાયુ.
દેવરાજ બુધેલીયા ૧૫ મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વ નિમિતે રાષ્ટ્ર સેવાના ભાવથી કોરોના નામની વિશ્વવ્યાપી મહામારીના કારણે ભવિષ્યમાં સર્જાવાની અનિશ્ચિત પરીસ્થીતીને પહોચી વળવાનાં ભાગરૂપે ગરિમા ફાઉન્ડેશન - ગારીયાધારની પ્રેરણાથી તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલ દ્વારા તા -૧૫ ઓગસ્ટ -૨૦૨૦ ને શનિવારનાં રોજ આરાધ્યા વિદ્યાસંકુલ રામપરા રોડ તળાજા ખાતે રક્તદાન મહાદાન કેમ્પ તેમજ આ દેશની આઝાદીમાં જે વીર શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે તેમની સ્મૃતિનાં ભાગરુપે ભારતમાતા પૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલ ૮૫ બોટલ રક્ત સર.ટી.હોસ્પિટલને અર્પણ કરાયું.કાર્યક્રમને સફળ બનાવવા શાળા સંચાલક વૈભવ જોષી આચાર્ય પ્રશાંતભાઈ ભટ્ટ સહિતના સ્ટાફમણે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમ પૂજ્ય સંતશ્રી રમજુબાપુ ( અંબિકા આશ્રમ સાંગાણા ) ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો . આ પ્રસંગે દક્ષાબા સરવૈયા , ( પ્રમુખ તળાજા નગરપાલિકા ) , આશાબેન મકવાણા ( પ્રમુખ તાલુક : પંચાયત ) , ભીમજીભાઈ પંડ્યા ( ચેરમેન માર્કેટિંગ યાર્ડ ) , ડૉ.એ.પી.મારડીયા ( પ્રમુખ શહેર ભાજપ ) તેમજ ડેપ્યુટી કલેકટર , મામલતદાર , પી.એસ.આઈ.સહિતના વિવિધ રાજકીય , સામાજિક અને શૈક્ષણિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ તેમજ ભારતમાતા પૂજન કાર્યક્રમ યોજાયો હતો . આ તકે રક્તદાન કરવા મોટી સંખ્યામાં તળાજા શહેરની દેશપ્રેમી જાહેર જનતાને ઉપસ્થિત રહી દેશ પ્રત્યેનું ઋણ ચુકવી સમાજ જીવનને નવી પ્રેરણા આપવા રક્તદાન સાથે અન્યના જીવનદાતા બન્યા હતા. Read the full article
તળાજા પરિણામ વિવાદમાં વિદ્યાર્થીઓનો વિજય
ધોરણ ૧૦ ના વિધાર્થીઓ સાથે થયેલ અન્યાય ને ન્યાય આપતી સરકાર, ભાવનગર કચેરીનો નેગેટિવ રિપોર્ટ શિક્ષણ બોર્ડ ગાંધીનગરે ફગાવ્યો, તમામ વિધાર્થીઓને પરિણામ આપી દેવામાં આવશે. -વૈભવ જોષી
દર્શન જોશી તાજેતરમાં શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.૧૦ બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા. જે અંતર્ગત તળાજા શહેરના ધો.૧૦ ના ૧૦૦ થી વધુ વિધાર્થીઓના પરિણામ ગેરરીતિના કિસ્સામાં ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અટકાવવા માં આવેલ. કોઈપણ પ્રકારની ગેરેરીતી માં સામેલ ન હોય અથવા કેમેરાની ફૂટેજમાં દેખાતા પણ ન હોય, વિધાર્થીઓ ગેરહાજર હોય તેવા અનેક નિર્દોષ વિધાર્થીઓ કચેરીના બેદરકાર અધિકારીઓ ના લીધે સમગ્ર ઘટનાના ભોગ બન્યા હતા. આ ઘટના અંગે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સુધી આધાર પુરાવા સાથે રજૂઆત થતા તપાસના આદેશ સાથે તળાજા ખાતે તમામ વિધાર્થીઓની રૂબરૂ સુનવણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ન્યાયની માંગ સાથે વિધાર્થીઓ રૂબરૂ સુનવણીમાં હાજર થયા હતા પણ સુનવણી દરમ્યાન પણ ઉપસ્થિત અધિકારીઓ ફૂટેજ બતાવ્યા વગર વિધાર્થીઓ પાસે નિવેદન માં અગાઉ સહી લેવાની ઘટના સામે આવી હતી અને ભારે હોબાળો થયો હતો અને પોલીસ બોલાવવાની ફરજ ઉભી થઇ હતી. આખરે સમગ્ર ગોટાળા ભર્યું પ્રકરણ જિલ્લા શિક્ષણાધિકારી પાસે નિર્ણય લેવાની સતા હોવા છતાં સમગ્ર પ્રકરણ શિક્ષણ બોર્ડ ગાંધીનગરને મોકલી દેવામાં આવ્યું હતું. અને જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ સતત ૧ મહિના સુધી રજા ઉપર પોતાનાનો મોબાઈલ પણ અન્ય કર્મચારીને આપી જતા રહ્યા. જે બાબતે અનેક તર્ક વિતર્ક સમજી શકાય છે.
શિક્ષણ બોર્ડ ગાંધીનગરે સમગ્ર પ્રકરણ જોતા ૧૦૦થી વધુ વિધાર્થીઓ તેમજ શાળાનો નેગેટિવ રિપોર્ટ, અનેક ગોટાળા, અધિકારીઓ સાથે ગુંડાગીરી તેમજ ભાવનગર કચેરીને સતા હોવા છતાં સમગ્ર પ્રકરણ ગાંધીનગર શા માટે મોકલ્યું? સહીતની વિગત પર ભાવનગર કચેરી દ્વારાકંઈક કાચું કપાયું હોવાનું સ્પષ્ટ થતા જ સમગ્ર રિપોર્ટ ફગાવી ભાવનગર કચેરી જ નિર્ણય કરવા આદેશ સાથે મોકલી આપવામાં આવ્યું હતું. ત્યારે આજ રોજ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૧૦૦ થી વધુ અટકાવેલા પરિણામ અંગે નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. નિર્ણય મુજબ તમામ વિધાર્થીઓને પરિણામ આપી દેવામાં આવશે, જે તે એક વિષયમાં નાપાસ વિધાર્થીઓ જુલાઈની પૂરક પરીક્ષા આપી શકશે તેમજ આ નિર્ણય સામે પરીક્ષા સચિવ ગાંધીનગરને અપીલ પણ કરી શકશે નો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. તમામ વિધાર્થીઓને પરિણામ અંગેની માહિતીઓ જે તે શાળા દ્વારા આપી દેવામાં આવશે. ત્યારે આ અંગે નિર્દોષ વિધાર્થીઓને સાથે રહી અધિકારીઓ સામે કોર્ટ લડત પણ કરવામાં આવશે તેમજ અધિકારીઓ દ્વારા જે તે સમયે પૈસાની માંગ કરવામાં આવી હતી પણ પૈસા નહિ આપતા સમગ્ર ઘટના ઉભી કરવામાં આવી હોવાનો આરોપ કેન્દ્ર સંચાલક વૈભવ જોષીએ લગાવ્યો છે. તેમજ તળાજાના જાણીતા તજજ્ઞ કમલકુમાર વારૈયાએ સમગ્ર ગેરરીતિ પ્રકરણની જાહેર માહિતી અધિનિયમ હેઠળ RTI કરેલ છે. Read the full article
તળાજા નજીક આવેલ ગોપનાથ દિવાદાંડીનો પર્યટન સ્થળ તરીકે થશે વિકાસ
સંગ્રહાલય, માછલી ઘર, બગીચાઓ સાથે લાઇટ હાઉસ લાઇમ લાઇટમાં આવશે, લાઇટહાઉસ પર્યટનનો વિકાસ કરવા આહ્વાન કરતાં કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા
મિલન કુવાડિયા કેન્દ્રીય જહાજ રાયમંત્રી (સ્વતત્રં પ્રભાર) મનસુખ માંડવિયાએ આજે સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા ભાવનગરના ગોપનાથ સહિતના અંદાજે ૧૯૪ લાઇટહાઉસ (દીવાદાંડી)નો વિકાસ કરીને તેને મુખ્ય પર્યટનના આકર્ષણો બનાવવા સંબંધે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કયુ હતું. માંડવિયાએ જણાવ્યું હતું કે, આનાથી લાઇટહાઉસની આસપાસના વિસ્તારોમાં પર્યટનની પ્રવૃત્તિઓને વેગ મળશે અને તેનાથી લાઇટહાઉસના ભવ્ય ઇતિહાસ અંગે લોકોને જાણવાની તકો પણ ઉપલબ્ધ થશે. અધિકારીઓએ આ બેઠકમાં લાઇટહાઉસોને પર્યટનના સ્થળો તરીકે વિકસાવવા અંગે વિગતવાર પ્લાન રજૂ કર્યેા હતો. માંડવિયાએ અધિકારીઓને સલાહ આપી હતી કે, તેઓ ૧૦૦ વર્ષથી જૂના લાઇટ હાઉસને ઓળખી કાઢે. તેમણે લાઇટ હાઉસના ઇતિહાસ અને તેની કામગીરી તેમજ લાઇટ હાઉસના પરિચાલન માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપકરણો વગેરે અંગે માહિતીનું વર્ણન કરતા સંગ્રહાલયો તૈયાર કરવા પર ભાર મૂકયો હતો લાઇટ હાઉસના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર વિકાસ પ્લાન અનુસાર, કેટલાક મુખ્ય આકર્ષણોમાં સંગ્રહાલય, માછલીઘર, બાળકો માટે રમવાની જગ્યા અને બગીચા તેમજ જળશાયો વગેરેને સામેલ કરવામાં આવ્યા છે. મંત્રીએ ગુજરાતમાં ગોપનાથ, દ્રારકા અને વેરાવળ ખાતે લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકાસવવાની હાલમાં ચાલી રહેલી કામગીરીની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી અને અધિકારીઓને સૂચનાઓ આપી હતી કે, તેઓ વહેલી તકે આ પરિયોજના પર વિગતવાર પ્રેઝન્ટેશન તૈયાર કરે. આ બેઠકમાં જહાજ મંત્રાલયના સચિવ, લાઇટહાઉસ અને લાઇટશિપ્સ મહાનિદેશાલયના અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા. Read the full article