વલ્લભીપુર હાઈવે પર ટેન્કર-જીપ વચ્ચે જોરદાર ટક્કર, તમામનો આબાદ બચાવ, કોઇ જાનહાની નહી
તમામ મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો વાહનોને નુકસાન થયુ, ટેન્કર ટ્રક અને મુસાફરો ભરેલી તૂફાન જીપ વચ્ચે અકસ્માત સર્જાયો, અકસ્માત સર્જનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી
બ્રિજેશ ગૌસ્વામી વલ્લભીપુર પાસે ટેન્કર ટ્રક અને પેસેન્જર જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને વાહનોને વ્યાપક નુકસાન થયું હતું. જયારે મુસાફરોને કોઈ જ ઈજા પહોંચી ન હતી વલ્લભીપુર બરવાળા હાઈવે પર આવેલા કેટલાક ઝોન લોક મુખે કુખ્યાત બનેલા છે. આ ઝોનમાં અવારનવાર ખમખ્વાર અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે આજે સવારે વલ્લભીપુરથી થોડે દૂર પ્રગટેશ્વર મહાદેવના મંદિર પાસે સિમેન્ટ મિક્સર ટેન્કર ટ્રક અને મુસાફરો ભરેલી તૂફાન જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જીપ રોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં વાહનોની ગતિ નિયંત્રિત હોવાના કારણે ગંભીર જાનહાનિ ટળી હતી અને ઉતારૂઓને કોઈ ખાસ ઈજા પહોંચી ન હતી. પરંતુ બંને વાહનોને વ્યાપક નુકસાન થયું હતું. આ અકસ્માત ને પગલે થોડા સમય માટે રોડપર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવની જાણ વલ્લભીપુર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને બંને વાહનોને રોડપરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. અને અકસ્માત સર્જનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. Read the full article










