રાજ્યમાં ૧૧ જૂનથી ૨૬ જૂન સુધી નવા દિશા નિર્દેશ જાહેર. મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે. ટેક અવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે. ➡️રાત્રિ કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન થી 26 જૂન સુધી રાત્રે 9:00થી સવારે 6:00 વાગ્યા સુધી અમલ રહેશે. ➡️ તમામ દુકાનો, વાણિજ્ય એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. ➡️વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના ૫૦% સાથે અને બાગ બગીચા પણ સવારે 6 થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે . ➡️જીમ્નેશિયમ ૫૦% કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે ➡️રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી ➡️રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. ➡️રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ➡️શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે . #gujaratgovernment #cmvijayrupani #nightcerfuew #staysafe #ILOVE_RAJKOT03 #cmogujarat #ragilurajkot #rajkoticity #rajkotinstagram #rajkotdistrict #rajkotfightscorona #rajkotian_gujjuu #trending #foryoupage #foryou #followforfollowback (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CP5qvv4nvRa/?utm_medium=tumblr