Tirth Ytra જો યાત્રામાં ધર્મ ભળી જાય તો તે યાત્રા તીર્થયાત્રા બની જાય છે. પૂજય दादाએ દર્શાવેલ તીર્થયાત્રા નો વિચાર લઈ , સાથે ગીતાના વિચારનું અને સંસ્કૃતિ પ્રેમનું ભાથું લઈ પ્રભુ કાર્ય માટે ગામે ગામ ફરી , એ કર્તુત્વની ભેટ લઈ પ્રભુને મળવા પ્રભુના આવાસમાં ( તીર્થસ્થાને ) જશું ત્યારે આતુર નજરે રાહ જોઈ રહેલા પ્રભુ આનંદિત થશે . અને પ્રભુકૃપા અને પ્રભુપ્રેમનો પ્રસાદ મળશે . આ પ્રસાદથી જ આપણું જીવન ઉન્નત , વિધાયક અને સુસંસ્કૃત બનશે . સંકુચિત વાડાઓ તોડી , ભકિતનો પ્રવાહ સમાજમાં રહેશે અને તેથી પારિવારિક ભાવના ઊભી થશે . આમ પૂજય दादा તીર્થયાત્રાનો વિચાર નવપલ્લવિત કરીને માણસને આંખો બંધ કરી ચાલતાં ટોળાંમાંથી બહાર કાઢે છે . અને તેને પ્રભુ તરફ જવાનો સાચો માર્ગ દાખવીને સ્વઓળખનું સરનામું પૂરું પાડે છે. #tirth #tirthyatra #yatra #tirthdham #pilgrimage #તીર્થયાત્રા #યાત્રા #યાત્રી https://www.instagram.com/p/CC7rCuEJsJH/?igshid=cm21dkg9xadi















