Beautiful complaint of a poet to the one “who lives up there”.
હું હાથ મારા ફેલાવું, તો તારી ખુદાઈ દુર નથી
હું માંગું ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.
-- જનાબ નાઝિર દેખૈયા (ભાવનગર)
ગગનવાસી ધરા પર, બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવન કેરો, અનુભવ તું કરી તો જો.
સદાએ શેષશૈયા પર, શયન કરનાર ઓ ભગવન,
ફક્ત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.
જીવનદાતા, જીવન કેરો, અનુભવ તું કરી તો જો.
ગગનવાસી ધરા પર, બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવન જેવું જીવન તુંજ હાથમાં, સુપરત કરી દેશું,
અમારી જેમ અમને એક પળ કરગરી તો જો.
જીવનદાતા, જીવન કેરો, અનુભવ તું કરી તો જો.
ગગનવાસી ધરા પર, બે ઘડી શ્વાસો ભરી તો જો.
નિછાવર થઇ જઈશ, એ વાત કરવી સહેલ છે નાઝિર,
વફાનાં શ્વાસ ભરનારા મરણ પેહલા મારી તો જો.